GMC Lab Technician Bharti 2025: ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Municipal Corporation – GMC) દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત લેબ ટેક્નિશિયન (Lab Technician)ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવામાં આવશે.
લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)ની કુલ ૧ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. પસંદગી પામેલ ઉમેદવારને માસિક ₹૨૦,૦૦૦/- (ફિક્સ) પગાર આપવામાં આવશે.
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક પર તા.૧૩/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ સાંજના ૦૬:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GMC લેબ ટેક્નિશિયન ભરતી 2025: મુખ્ય વિગતો
સંસ્થા | ગાંધીનગર મહાનગર પાલિકા (GMC) |
પ્રોગ્રામ | કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ |
પોસ્ટનું નામ | લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ) |
કુલ જગ્યા | ૧ |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
નોકરીનો પ્રકાર | ૧૧ માસ કરાર આધારિત |
અરજી શરૂ થવાની તારીખ | 13/10/2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20/10/2025 (સાંજે 06:00 કલાક સુધી) |
પગાર ધોરણ (ફિક્સ) | ₹૨૦,૦૦૦/- પ્રતિ માસ |
ઓનલાઈન અરજી પોર્ટલ | https://arogyasathi.gujarat.gov.in |
લેબ ટેક્નિશિયન માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ
શૈક્ષણિક લાયકાત | H.S.C (૧૦+૨) અને મેડિકલ અથવા લેબોરેટરી ટેકનોલોજી ડિપ્લોમા અથવા સમકક્ષ પ્રમાણિત અભ્યાસક્રમ. |
અનુભવ | NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ જરૂરી. |
વધારાની લાયકાત | ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો (જેમ કે સ્નાતક) ને પ્રાધાન્ય આપવામાં આવશે. |
વય મર્યાદા
મહત્તમ વય મર્યાદા | ૪૦ વર્ષ સુધી |
વય ગણતરીની તારીખ | તા. ૨૦/૧૦/૨૦૨૫ ના રોજની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે. |
અરજી પ્રક્રિયા અને અગત્યના નિયમો
રસ ધરાવતાં ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર જ અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમથી (RPAD/સ્પીડ પોસ્ટ/ટપાલ/કુરીયર) મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
ઓનલાઈન અપલોડ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ્સ
અરજી કરતી વખતે નીચે મુજબના તમામ સાધનિક કાગળોની સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી ફરજીયાત સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે:
- ઉંમર અંગેનું પ્રમાણપત્ર (Leaving Certificate / Adharcard / Pan Card / Birth Certificate / Election Card)
- એચ.એસ.સી. માર્કશીટ અને ટ્રાયલ સર્ટી (HSC Marksheet & Attempt Certificate)
- મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા સમકક્ષમાં ડિપ્લોમા અથવા પ્રમાણિત અભ્યાસક્રમનું સર્ટી.
- NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ (અનુભવ પ્રમાણપત્ર)
- કોઇ પણ સ્નાતકનું છેલ્લા વર્ષ/છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ (જો લાગુ હોય તો)
- સ્નાતક ડીગ્રી સર્ટીફીકેટ (જો લાગુ હોય તો)
- કોમ્પ્યુટર અંગેનું સર્ટીકીકેટ (CCC Certificate)
- તમામ અનુભવના પ્રમાણપત્રોની એક PDF ફાઇલ બનાવી અપલોડ કરવાની રહેશે.
મહત્વની નોંધ
- આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ આપોઆપ અંત આવશે અને ઉમેદવાર કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
- અધૂરી માહિતી કે ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.
અગત્યની લિંક્સ
ઓનલાઈન અરજી કરવા માટે: | Click Here |
અધિકૃત સૂચના (Notification) લિંક: | Click Here |
વધુ માહિતી માટેની વેબસાઇટ: | Click Here |