ગ્રેજ્યુએટ માટે UCO બેન્કમાં 532 એપ્રેન્ટિસની ભરતી – UCO Bank

UCO Bank Apprentice Bharti 2025 : બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે યુનાઈટેડ કોમર્શિયલ બેન્ક (UCO Bank) દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ એપ્રેન્ટિસ (Apprentice) ની તાલીમ માટે ભરતીની જાહેરાત (Advt. No. HO/HRM/RECR/2025-26/COM-03) બહાર પાડવામાં આવેલ છે.

આ ભરતી દ્વારા ભારતભરમાં બેન્કની વિવિધ શાખાઓમાં કુલ 532 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે, અને પસંદગી પામેલ ઉમેદવારોને તાલીમ દરમિયાન પ્રતિ માસ ₹15,000/- (ફિક્સ સ્ટાઇપેન્ડ) ચૂકવવામાં આવશે. આ તાલીમનો સમયગાળો 1 વર્ષનો રહેશે.

અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2025 છે. ઉમેદવારોની પસંદગી BFSI સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BFSI SSC) દ્વારા લેવાનાર ઓનલાઈન પ્રવેશ પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેની તારીખ 09 નવેમ્બર 2025 છે.

UCO બેન્ક એપ્રેન્ટિસ ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થા યુનાઈટેડ કોમર્શિયલ બેન્ક (UCO Bank)
પરીક્ષા એપ્રેન્ટિસ ભરતી, 2025-26
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ (Apprentice)
કુલ જગ્યા 532
લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduate)
અરજી કરવાની રીત ઓનલાઇન (NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત)
પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન
માસિક સ્ટાઇપેન્ડ ₹15,000/- (ફિક્સ)

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 21/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 05/11/2025
ઓનલાઈન પરીક્ષાની તારીખ 09/11/2025 (11:00 AM)

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતક (Graduate) ની ડિગ્રી (01.04.2021 ના રોજ અથવા તે પછી મેળવેલ) ધરાવતો હોવો જોઈએ.

નોંધ: જે ઉમેદવારોએ 01.04.2021 પહેલા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અથવા જેઓ અંતિમ વર્ષમાં છે, તેઓ અરજી કરવા માટે લાયક નથી.

વય મર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમર 01/10/2025 ના રોજ ગણવામાં આવશે.

ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. (એટલે કે ઉમેદવારનો જન્મ 02.10.1997 પહેલાં અને 01.10.2005 પછી ન થયો હોવો જોઈએ.)

ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)

અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:

કેટેગરી વયમર્યાદામાં છૂટછાટ
SC / ST 5 વર્ષ
OBC (Non-Creamy Layer) 3 વર્ષ
વિકલાંગ ઉમેદવારો (PwBD) 10 વર્ષ

અરજી ફી (Application Fees)

ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI) કરવાની રહેશે.

કેટેગરી ફી
SC/ST/માજી સૈનિક (Ex-Servicemen) ચલણ નથી (₹0/-)
વિકલાંગ ઉમેદવારો (PwBD) ₹400/- + GST (Total approx. ₹472/-)
સામાન્ય (General)/OBC/EWS ₹800/- + GST (Total approx. ₹944/-)

માસિક સ્ટાઇપેન્ડ (Monthly Stipend)

પસંદગી પામેલ ઉમેદવારોને તાલીમના 1 વર્ષના સમયગાળા દરમિયાન પ્રતિ માસ ₹15,000/- ફિક્સ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

આ સ્ટાઇપેન્ડમાં બેન્કનો હિસ્સો (₹10,500/-) અને ભારત સરકારની સબસિડી (₹4,500/-) નો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

  1. ઓનલાઈન પ્રવેશ પરીક્ષા (Online Entrance Examination) – BFSI SSC દ્વારા આયોજિત
  2. દસ્તાવેજ ચકાસણી (Document Verification)
  3. મેડિકલ પરીક્ષા

ઓનલાઈન પરીક્ષામાં 4 વિભાગોમાંથી કુલ 100 પ્રશ્નો (100 માર્ક્સ) હશે, જે 60 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નીચેના પગલાં અનુસરવા પડશે:

  1. સૌ પ્રથમ, National Apprenticeship Training Scheme (NATS) પોર્ટલ (https://nats.education.gov.in/) પર જઈને રજીસ્ટ્રેશન કરવું.
  2. રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ, UCO બેન્કની અધિકૃત વેબસાઇટ www.uco.bank.in પર જાઓ અને ‘Career’ વિભાગમાં ‘Engagement of Apprentices’ લિંક પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મમાં માંગેલી તમામ જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો (ફોટો/સહી) અપલોડ કરો.
  4. ફીની ચુકવણી (જો લાગુ હોય તો) ઓનલાઈન માધ્યમથી 05/11/2025 સુધીમાં કરો.
  5. સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને સાચવી રાખો.

અગત્યની લિંક્સ

Notification PDF Link: Click Here
NATS રજીસ્ટ્રેશન માટે: Click Here
UCO બેન્કની સત્તાવાર વેબસાઇટ: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!