RRB NTPC Under Graduate Bharti 2025 : ભારત સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) હેઠળના રેલવે ભરતી બોર્ડ્સ (Railway Recruitment Boards – RRBs) દ્વારા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર ગ્રેજ્યુએટ) ની વિવિધ પોસ્ટ્સ માટે કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 07/2025) બહાર પાડવામાં આવેલ છ.
આ ભરતી દ્વારા કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને ટ્રેઇન્સ ક્લાર્ક જેવી પોસ્ટ્સ માટે કુલ 3058 જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીમાં ધોરણ 12 પાસ યુવાનો અરજી કરી શકે છે, અને પસંદગી પામેલ ઉમેદવારોને પે લેવલ-2 અને લેવલ-3 મુજબ ₹19,900/- થી શરૂ થતો પગાર મળશે.
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 28 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 27 નવેમ્બર 2025 (23:59 કલાક) છે. ઉમેદવારોની પસંદગી બે તબક્કાની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBTs) દ્વારા કરવામાં આવશે.
RRB NTPC Under Graduate ભરતી 2025 – મુખ્ય વિગતો
| સંસ્થા | રેલવે ભરતી બોર્ડ્સ (RRBs) |
| પરીક્ષા | નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર ગ્રેજ્યુએટ) પરીક્ષા, 2025 |
| પોસ્ટનું નામ | કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, વગેરે |
| કુલ જગ્યા | 3058 (તમામ RRBs માટે ગ્રાન્ડ ટોટલ) |
| લાયકાત | ધોરણ 12 પાસ (Under Graduate) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| પરીક્ષાની પદ્ધતિ | કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBTs) |
| પગાર ધોરણ | લેવલ-2 અને લેવલ-3 મુજબ (₹19,900/- થી ₹21,700/- શરૂઆતનો પગાર) |
અગત્યની તારીખો
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 28/10/2025 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 27/11/2025 (23:59 કલાક સુધી) |
| ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 29/11/2025 |
| ફોર્મમાં કરેક્શન/સુધારો કરવાની તારીખ (₹250 ફી સાથે) | 30/11/2025 થી 09/12/2025 |
| CBT પરીક્ષાની તારીખ | જાહેરાત બાદ RRB વેબસાઇટ્સ પર જાહેર થશે |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ/યુનિવર્સિટી/સંસ્થામાંથી ધોરણ 12 (12th (+2 Stage)) અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
નોંધ: કેટલાક પોસ્ટ્સ (જેમ કે એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ) માટે કોમ્પ્યુટર પર અંગ્રેજી/હિન્દીમાં ટાઇપિંગ પ્રોફિશિયન્સી (Typing Skill) હોવી આવશ્યક છે.
વય મર્યાદા (Age Limit)
ઉમેદવારની ઉંમર 01/01/2026 ના રોજ ગણવામાં આવશે.
- સામાન્ય (UR) અને EWS ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી નહિ અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ (એટલે કે જન્મ 02.01.1996 પહેલા ન થયો હોવો જોઈએ).
ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)
અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:
| કેટેગરી | વયમર્યાદામાં છૂટછાટ |
| SC / ST | 5 વર્ષ |
| OBC (Non-Creamy Layer) | 3 વર્ષ |
| માજી સૈનિક (UR & EWS) | 3 વર્ષ (સેવા બાદ) |
| માજી સૈનિક (OBC-NCL) | 6 વર્ષ (સેવા બાદ) |
| વિકલાંગ ઉમેદવારો (PwBD) – UR & EWS | 10 વર્ષ |
| વિકલાંગ ઉમેદવારો (PwBD) – SC & ST | 15 વર્ષ |
અરજી ફી (Application Fees)
| કેટેગરી | ફી | CBT માં હાજર થયા બાદ રીફંડ |
| સામાન્ય (General) અને OBC (Sl. No. 2 સિવાયના) | ₹500/- | ₹400/- |
| SC/ST/માજી સૈનિક/PwBD/મહિલા/ટ્રાન્સજેન્ડર/લઘુમતી/EBC | ₹250/- | ₹250/- |
ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી (ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ અથવા UPI) દ્વારા જ સ્વીકારવામાં આવશે.
નોંધ: પરીક્ષા ફીનું રીફંડ માત્ર તે ઉમેદવારોને જ મળશે જેઓ 1st Stage CBT (કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ) માં હાજર થશે.
પગાર ધોરણ (Salary Details)
પસંદગી પામેલ ઉમેદવારોને પોસ્ટ મુજબ નીચે મુજબનું પગાર ધોરણ (Pay Level) મળવાપાત્ર છે:
| પોસ્ટનું નામ | પે-લેવલ (7th CPC માં) | શરૂઆતનો પગાર (₹) |
| Commercial Cum Ticket Clerk | 3 | ₹21,700/- |
| Accounts Clerk cum Typist | 2 | ₹19,900/- |
| Junior Clerk Cum Typist | 2 | ₹19,900/- |
| Trains Clerk | 2 | ₹19,900/- |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ (Vacancy Details)
RRB NTPC Under Graduate સંવર્ગની કુલ 3058 જગ્યાઓ પોસ્ટ મુજબ નીચે મુજબ છે:
| પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ (તમામ RRBs) |
| Commercial Cum Ticket Clerk | 2424 |
| Accounts Clerk cum Typist | 394 |
| Junior Clerk Cum Typist | 163 |
| Trains Clerk | 77 |
| કુલ જગ્યાઓ | 3058 |
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- 1st Stage કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
- 2nd Stage કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
- કોમ્પ્યુટર આધારિત ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ (CBTST)/એપ્ટીટ્યુડ ટેસ્ટ (લાગુ પડતા પોસ્ટ્સ માટે)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- મેડિકલ પરીક્ષા
નોંધ: CBTs માં 1/3 માર્કનું નેગેટિવ માર્કિંગ રહેશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માત્ર RRB ની સત્તાવાર વેબસાઇટ્સ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- સૌ પ્રથમ, તમે જે RRB માં અરજી કરવા માંગો છો તેની અધિકૃત વેબસાઇટ પર જાવ.
- નવા ઉમેદવારોએ સૌ પ્રથમ ‘Create an Account’ દ્વારા એકાઉન્ટ બનાવવું.
- એકાઉન્ટ બનાવ્યા બાદ, CEN No. 07/2025 ની લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવું.
- તમારી પસંદગીના RRB અને પોસ્ટ માટે પ્રાથમિકતાઓ (Preferences) આપો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોટોગ્રાફ (લાઇવ કેપ્ચર) અને સહી અપલોડ કરો.
- ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી (29/11/2025 સુધીમાં) કરો અને ફોર્મ સબમિટ કરો.
- સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
અગત્યની લિંક્સ
| Notification PDF Link: | Click Here |
| RRB Official Websites: | Click Here (RRB Websites List) |
| ઓનલાઈન અરજી કરવા માટે: | Click Here |