રેલવેમાં 5810 જગ્યાઓ પર ગ્રેજ્યુએટ માટે બમ્પર ભરતી, આ રીતે ફોર્મ ભરો

RRB NTPC Graduate Bharti 2025 : ભારત સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) હેઠળના રેલવે ભરતી બોર્ડ્સ (Railway Recruitment Boards – RRBs) દ્વારા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) ની વિવિધ પોસ્ટ્સ માટે કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 06/2025) બહાર પાડવામાં આવેલ છે.

આ ભરતી દ્વારા સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેઇન મેનેજર, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને ટ્રાફિક આસિસ્ટન્ટ જેવી પોસ્ટ્સ માટે કુલ 5810 જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને પે લેવલ-4 થી લેવલ-6 મુજબ ₹25,500/- થી ₹35,400/- સુધીનો શરૂઆતનો મૂળ પગાર (Initial Pay) મળશે.

અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 20 નવેમ્બર 2025 (23:59 કલાક) છે. ઉમેદવારોની પસંદગી બે તબક્કાની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBTs), એપ્ટીટ્યુડ ટેસ્ટ (CBAT)/ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ (CBTST) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે.

RRB NTPC Graduate ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થા રેલવે ભરતી બોર્ડ્સ (RRBs)
પરીક્ષા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) પરીક્ષા, 2025
જાહેરાત ક્રમાંક CEN No. 06/2025
પોસ્ટનું નામ સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેઇન મેનેજર, વગેરે
કુલ જગ્યા 5810 (તમામ RRBs માટે ગ્રાન્ડ ટોટલ)
લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduate)
અરજી કરવાની રીત ઓનલાઇન
પગાર ધોરણ લેવલ-4 થી લેવલ-6 મુજબ (શરૂઆતનો મૂળ પગાર ₹25,500/- થી ₹35,400/-)

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 21/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20/11/2025 (23:59 કલાક સુધી)
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 22/11/2025
ફોર્મમાં કરેક્શન/સુધારો કરવાની તારીખ (₹250 ફી સાથે) 23/11/2025 થી 02/12/2025
CBT પરીક્ષાની તારીખ બાદમાં RRB વેબસાઇટ્સ પર જાહેર થશે

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ (Vacancy & Salary Details)

RRB NTPC Graduate સંવર્ગની કુલ 5810 જગ્યાઓ અને તેમનો પગાર ધોરણ નીચે મુજબ છે:

પોસ્ટનું નામ પે-લેવલ (7th CPC) શરૂઆતનો પગાર (₹) કુલ જગ્યાઓ (તમામ RRBs)
Chief Commercial Cum Ticket Supervisor 6 ₹35,400/- 161
Station Master 6 ₹35,400/- 615
Goods Train Manager 5 ₹29,200/- 3416
Junior Accounts Assistant Cum Typist 5 ₹29,200/- 921
Senior Clerk Cum Typist 5 ₹29,200/- 638
Traffic Assistant 4 ₹25,500/- 59
કુલ જગ્યાઓ 5810

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) અથવા તેની સમકક્ષ લાયકાત 20/11/2025 ના રોજ અથવા તે પહેલાં ધરાવતો હોવો જોઈએ. નોંધ: જે ઉમેદવારો તેમના અંતિમ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, તેઓ અરજી કરવા માટે લાયક નથી.

વય મર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમર 01/01/2026 ના રોજ ગણવામાં આવશે. સામાન્ય (UR) અને EWS ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી નહિ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)

અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:

કેટેગરી વયમર્યાદામાં છૂટછાટ
SC / ST 5 વર્ષ
OBC (Non-Creamy Layer) 3 વર્ષ
માજી સૈનિક (UR & EWS) 3 વર્ષ (સેવા બાદ)
વિકલાંગ ઉમેદવારો (PwBD) – UR & EWS 10 વર્ષ
વિકલાંગ ઉમેદવારો (PwBD) – SC & ST 15 વર્ષ

અરજી ફી (Application Fees)

ફીની ચુકવણી માત્ર ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે.

કેટેગરી ફી 1st Stage CBT માં હાજર થયા બાદ રીફંડ
સામાન્ય (General) અને OBC ₹500/- ₹400/- (બેંક ચાર્જ કાપીને)
SC/ST/માજી સૈનિક/PwBD/મહિલા/ટ્રાન્સજેન્ડર/લઘુમતી/EBC* ₹250/- ₹250/- (બેંક ચાર્જ કાપીને)

*નોંધ: પરીક્ષા ફીનું રીફંડ માત્ર તે ઉમેદવારોને જ મળશે જેઓ 1st Stage CBT માં હાજર થશે. EBC માટેનું કન્સેસન મેળવવા માટે ઉમેદવારે અરજી સમયે માન્ય દસ્તાવેજ રજૂ કરવો ફરજિયાત છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

  1. 1st Stage કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
  2. 2nd Stage કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
  3. કોમ્પ્યુટર આધારિત એપ્ટીટ્યુડ ટેસ્ટ (CBAT)/ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ (CBTST) – (લાગુ પડતા પોસ્ટ્સ માટે)
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  5. મેડિકલ પરીક્ષા

નોંધ: CBTs માં 1/3 માર્કનું નેગેટિવ માર્કિંગ રહેશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માત્ર RRB ની સત્તાવાર વેબસાઇટ્સ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

  1. સૌ પ્રથમ, RRB ની અધિકૃત વેબસાઇટ પર જાવ.
  2. જો અગાઉ કોઈ RRB CEN માટે એકાઉન્ટ ન બનાવ્યું હોય તો, ‘Create an Account’ દ્વારા નવું એકાઉન્ટ બનાવો. જો એકાઉન્ટ બનાવ્યું હોય તો, તે જ ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગિન કરો.
  3. લોગિન કર્યા બાદ, CEN No. 06/2025 ની લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવું.
  4. તમારી પસંદગીના RRB અને પોસ્ટ્સ/કેટેગરીઝ માટે પ્રાથમિકતાઓ (Preferences) આપો. ઉમેદવાર માત્ર એક જ RRB પસંદ કરી શકે છે.
  5. જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોટોગ્રાફ (લાઇવ કેપ્ચર) અને સહી અપલોડ કરો.
  6. ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી (22/11/2025 સુધીમાં) કરો અને ફોર્મ સબમિટ કરો.
  7. સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

અગત્યની લિંક્સ

Notification PDF Link: Click Here
RRB Official Websites: Click Here (RRB Websites List)
ઓનલાઈન અરજી કરવા માટે: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!