BMC Sanitary Inspector Bharti 2025 : ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation – BMC) દ્વારા સીધી ભરતીથી સેનેટરી ઇન્સ્પેક્ટર (Sanitary Inspector) સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત ક્રમાંક BMC/૨૦૨૫૨૬/૯ બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ 2 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (Graduate) ની સાથે સરકાર માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડીપ્લોમાં કોર્ષ કરેલો હોવો ફરજિયાત છે.
પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹40,800/- નો ફિક્સ પગાર મળવાપાત્ર છે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 19 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારી કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 08 નવેમ્બર 2025 (23:59 કલાક) છે. અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે.
BMC સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી 2025 – મુખ્ય વિગતો
| સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા (BMC) |
| પોસ્ટનું નામ | સેનેટરી ઇન્સ્પેક્ટર (Sanitary Inspector) |
| જાહેરાત ક્રમાંક | /BMC/૨૦૨૫૨૬/૯ |
| કુલ જગ્યા | 2 |
| શૈક્ષણિક લાયકાત | સ્નાતક + ડીપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (http://ojas.gujarat.gov.in/) |
| ફિક્સ પગાર (પ્રથમ 5 વર્ષ) | ₹40,800/- પ્રતિમાસ |
| અરજી શરૂ થવાની તારીખ | 19/10/2025 (09:00 કલાક) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 08/11/2025 (23:59 કલાક) |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાતો હોવી આવશ્યક છે:
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (Graduate) ની ડિગ્રી.
- સરકાર માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડીપ્લોમાં કોર્ષ (Diploma in Sanitary Inspector) પૂર્ણ કરેલો હોવો જોઈએ.
- કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ (ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર).
- ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ (Salary Details)
પસંદગી પામેલ ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો મુજબ ફિક્સ પગાર ધોરણ લાગુ પડશે:
- પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૪૦,૮૦૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે.
- ત્યારબાદ પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ પછી લાગુ પડતા પગાર ધોરણ મુજબ નિયમિત નિમણૂક આપવામાં આવશે.
અરજી ફી (Application Fees)
ફીની ચુકવણી ફક્ત પોસ્ટ ઓફિસ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
| કેટેગરી | ફી |
| બિન અનામત વર્ગ (General) | ₹500/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ |
| અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/PWD) | ₹250/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ |
નોંધ: અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર ન હોવાથી તેઓએ બિન અનામત વર્ગ (₹500/-) મુજબ ફી ભરવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી?
ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે:
- સૌ પ્રથમ, ગુજરાત સરકારની ઓનલાઈન ભરતી પોર્ટલ http://ojas.gujarat.gov.in/ પર જાઓ.
- હોમપેજ પર ‘Online Application’ માં ‘Apply’ પર ક્લિક કરો.
- BMC ભાવનગર મહાનગરપાલિકા પસંદ કરીને, જાહેરાત ક્રમાંક /BMC/૨૦૨૫૨૬/ ૯ (સેનેટરી ઇન્સ્પેક્ટર) પર ક્લિક કરો.
- નવું રજીસ્ટ્રેશન કરીને અથવા જૂના રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટોગ્રાફ, સહી) અપલોડ કરો.
- ફોર્મ કન્ફર્મ થયા બાદ જનરેટ થયેલ ચલણથી પોસ્ટ ઓફિસમાં ફી ભરીને અરજીને અંતિમરૂપ આપો. અરજી કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 08/11/2025 છે.
અગત્યની લિંક્સ
| Notification PDF Link: | Click Here |
| ઓનલાઈન અરજી કરવા માટે: | Click Here (OJAS) |