BMC Junior Clerk Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે એક ઉત્તમ તક આવી છે. ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation – BMC) દ્વારા જુનિયર ક્લાર્ક (Junior Clerk) સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત (જાહેરાત ક્રમાંક: BMC/૨૦૨૫૨૬/૧૮) બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી પરીક્ષા, 2025 માટે કુલ ૧૭ જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીમાં કોલેજ પાસ (ગ્રેજ્યુએટ) યુવાનો અરજી કરી શકે છે, અને પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹૨૬,૦૦૦/- ફિક્સ પગાર મળશે. ત્યારબાદ ₹૧૯,૯૦૦ થી ₹૬૩,૨૦૦/- સુધીનો નિયમિત પગાર મળશે.
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 19 ઓક્ટોબર 2025 (૦૯:૦૦ કલાક) થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 08 નવેમ્બર 2025 (૨૩:૫૯ કલાક) છે. ફી ભરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2025 છે.
BMC જુનિયર ક્લાર્ક ભરતી 2025 – મુખ્ય વિગતો
| સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા (BMC) |
| પરીક્ષા | જુનીયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતી |
| પોસ્ટનું નામ | જુનીયર ક્લાર્ક (Junior Clerk) |
| કુલ જગ્યા | ૧૭ |
| લાયકાત | કોલેજ પાસ (ગ્રેજ્યુએટ) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (ojas.gujarat.gov.in) |
| પરીક્ષાની પદ્ધતિ | લેખિત સ્પર્ધાત્મક કસોટી (OMR) અને કોમપ્યુટર પ્રોફિયસીન્સી ટેસ્ટ |
| પગાર ધોરણ | પ્રથમ ૫ વર્ષ ₹૨૬,૦૦૦/- ફિક્સ (ત્યારબાદ ₹૧૯,૯૦૦ – ₹૬૩,૨૦૦/-) |
અગત્યની તારીખો
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૧૯/૧૦/૨૦૨૫ (૦૯:૦૦ કલાક) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૮/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી) |
| ઓનલાઈન/પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ | ૧૧/૧૧/૨૦૨૫ |
| પરીક્ષાની તારીખ | જાહેરાત બાદ જાહેર થશે |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે નીચે મુજબની લાયકાત ધરાવતો હોવો જોઈએ:
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (ગ્રેજ્યુએટ).
- કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાતની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે ૦૮/૧૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવશે.
વય મર્યાદા (Age Limit)
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમામ કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉપલી વયમર્યાદા કોઈપણ સંજોગોમાં ૪૫ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)
મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:
| કેટેગરી | વયમર્યાદામાં છૂટછાટ |
| સામાન્ય મહિલા ઉમેદવારોને | ૫ વર્ષ |
| અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને (SC/ST/SEBC/EWS) | ૫ વર્ષ |
| અનામત વર્ગના મહિલા ઉમેદવારોને (SC/ST/SEBC/EWS) | ૧૦ વર્ષ |
| સામાન્ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | ૫ વર્ષ |
| સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | ૧૦ વર્ષ |
| અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | ૧૦ વર્ષ |
| અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | ૧૫ વર્ષ |
| માજી સૈનિક (Ex-Servicemen) | સરકારશ્રીના ધારાધોરણ મુજબ |
અરજી ફી (Application Fees)
| કેટેગરી | ફી |
| અનામત વર્ગના ઉમેદવારો (SC/ST/SEBC/EWS) | ₹૨૫૦/- (ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ) |
| અન્ય રાજીઓના અનામત ઉમેદવારો | ₹૨૫૦/- (ગુજરાતમાં અનામતનો લાભ મળવાપાત્ર ન હોય) |
ફીની ચુકવણી નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
પગાર ધોરણ (Salary Details)
પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબનું પગાર ધોરણ (Pay Level) મળવાપાત્ર છે:
| પોસ્ટનું નામ | પ્રથમ ૫ વર્ષનો પગાર | ૫ વર્ષ બાદ નિયમિત પગાર (પે-લેવલ) |
| જુનીયર ક્લાર્ક | પ્રતિ માસ ₹૨૬,૦૦૦/- ફિક્સ | Pay Level-2 (₹૧૯,૯૦૦ – ₹૬૩,૨૦૦/-) |
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- લેખિત સ્પર્ધાત્મક કસોટી (OMR) – ભાગ-૧
- કોમપ્યુટર પ્રોફિયસીન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટ – ભાગ-૨ (ક્વોલીફાઇંગ ટેસ્ટ)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
નોંધ: ફાઈનલ મેરીટ લિસ્ટ માત્ર લેખિત પરીક્ષાના પરિણામ (૧૦૦% વેઇટેજ) મુજબ તૈયાર કરવામાં આવશે. કોમપ્યુટર ટેસ્ટ માત્ર ક્વોલીફાઇંગ રહેશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- સૌ પ્રથમ, OJAS ની અધિકૃત વેબસાઇટ http://ojas.gujarat.gov.in/ પર જાવ.
- “Apply Online” પર ક્લિક કરો અને જાહેરાતની વિગતો વાંચીને “Apply Now” બટન પર ક્લિક કરો.
- “જુનીયર ક્લાર્ક” પોસ્ટ પર ક્લિક કરો અને અરજી ફોર્મમાં માંગેલી Personal Details, Educational Details વગેરે ભરો.
- ડેટા “Save” કરવાથી તમારો Application Number જનરેટ થશે.
- પેજના ઉપરના ભાગમાં “Upload Photo” પર ક્લિક કરીને ફોટો અને સહી અપલોડ કરો.
- હવે, “Confirm Application” પર ક્લિક કરીને અરજી કન્ફર્મ કરો અને Confirmation Number મેળવો.
- અનામત વર્ગના ઉમેદવારોએ “Print Challan” પર ક્લિક કરીને ચલણ મેળવવું.
- નજીકની પોસ્ટ ઓફિસમાં ૧૧/૧૧/૨૦૨૫ સુધીમાં ₹૨૫૦/- ફી ભરીને ચલણ મેળવવાનું રહેશે. કન્ફર્મ થયેલ અરજીની પ્રિન્ટ અને ચલણ સાચવી રાખવા.
અગત્યની લિંક્સ
| Notification (વધુ વિગતો): | Click Here |
| BMC Official Website: | Click Here |
| ઓનલાઈન અરજી કરવા માટે (OJAS): | Click Here |