ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે UGVCL દ્વારા એપ્રેન્ટિસ ભરતી – UGVCL Apprentice Bharti 2025

UGVCL Apprentice Bharti 2025: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા હિંમતનગર સર્કલ ઓફિસ હસ્તક એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ એપ્રેન્ટિસ (લાઇનમેન) – Apprentice (Lineman) ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

આ ભરતીમાં આઇ.ટી.આઇ. (ITI) માં વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. એપ્રેન્ટિસ લાઇનમેનની કુલ ૨૭૦ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. એપ્રેન્ટિસશિપનો સમયગાળો એક વર્ષ નો રહેશે.

ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in/) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૦૫ નવેમ્બર, ૨૦૨૫ છે.

UGVCL એપ્રેન્ટિસ (લાઇનમેન) ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થાનું નામ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ (લાઇનમેન)
કુલ જગ્યાઓ ૨૭૦
પગાર ધોરણ એપ્રેન્ટિસ એક્ટ મુજબ સ્ટાઈપેન્ડ
અરજીનો પ્રકાર ઓનલાઈન (અનુબંધમ પોર્ટલ પર)
કાર્યસ્થળ UGVCL સર્કલ ઓફિસ, હિંમતનગર

UGVCL Apprentice Lineman Bharti 2025 અગત્યની તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ (જાહેરાત મુજબ)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૫/૧૧/૨૦૨૫

UGVCL Apprentice Lineman Bharti 2025 શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે નીચે મુજબની શૈક્ષણિક અને ટેક્નિકલ લાયકાત ધરાવતા હોવા જોઈએ:

  • ધોરણ ૧૦ (SSC) પાસ કરેલું હોવું જોઈએ.
  • માનયતા પ્રાપ્ત સંસ્થામાંથી ITI માં વાયરમેન (Wireman) અથવા ઇલેક્ટ્રિશિયન (Electrician) ટ્રેડમાં પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ.

UGVCL Apprentice Bharti 2025 અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ

અરજી કરતી વખતે ઓનલાઈન પોર્ટલ પર નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે:

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
  • લાયકાત મુજબની તમામ માર્કશીટ (ધો. ૧૦ અને ITI)
  • મોબાઈલ નંબર અને ઈમેઈલ ID (સક્રિય હોવા જરૂરી)

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે ઉમેદવારોએ માત્ર ઓનલાઈન માધ્યમથી ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ પર જ અરજી કરવાની રહેશે. અન્ય કોઈ રીતે કરેલી અરજી માન્ય ગણાશે નહીં.

  • સૌ પ્રથમ, અનુબંધમ પોર્ટલની વેબસાઇટ https://anubandham.gujarat.gov.in/account/login પર જાઓ.
  • પોર્ટલ પર પોતાનું લોગીન ID બનાવીને અથવા લોગીન કરીને “સર્ચ જોબ (Search Job)” વિભાગમાં જાઓ.
  • જોબ સર્ચમાં UGVCL CIRCLE OFFICE HIMATNAGAR APPRENTICE LINEMAN (UGVCL) સર્ચ કરો.
  • સંબંધિત ભરતીની વિગતો તપાસીને Apply બટન પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો.
  • જો અરજી કરવામાં કોઈ તકલીફ જણાય, તો ઉમેદવારો રોજગાર કચેરી, હિંમતનગર અથવા નગર રોજગાર કચેરી, ખેડબ્રહ્મા (રૂમ નં. 223-224, તાલુકા સેવા સદન, ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા) નો રૂબરૂ સંપર્ક કરી શકે છે.

અગત્યની લિંક્સ

ભરતી નોટિફિકેશન PDF: Click Here
અનુબંધમ પોર્ટલ પર ફોર્મ ભરવા માટે: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!