રેલ્વેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આવી મોટી ભરતી, 8875 જગ્યાઓ – RRB NTPC Bharti 2025

RRB NTPC Bharti 2025: ભારતીય રેલ્વે (Indian Railways) ના રેલ્વે ભરતી બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) ની જગ્યાઓ માટેની મેગા ભરતી (કેન્દ્રીકૃત રોજગાર સૂચના – CEN 06/2025 અને CEN 07/2025) જાહેર કરવામાં આવેલ છે.

આ ભરતી અભિયાન હેઠળ ગ્રેજ્યુએટ લેવલ (લેવલ 4, 5, 6) અને અંડર-ગ્રેજ્યુએટ લેવલ (લેવલ 2, 3) ની પોસ્ટ્સ માટે સમગ્ર ભારતમાં કુલ ૮,૮૭૫ જગ્યાઓ ભરવામાં આવશે.

ઉમેદવારોએ RRB દ્વારા ટૂંક સમયમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. રેલ્વેમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. RRB દ્વારા ટૂંક સમયમાં વિગતવાર જાહેરાત અને અરજીની તારીખો જાહેર કરવામાં આવશે.

RRB NTPC ભરતી 2025 (CEN 06/2025 & 07/2025) – મુખ્ય વિગતો

સંસ્થાનું નામ રેલ્વે ભરતી બોર્ડ (RRB) – ભારતીય રેલ્વે
જાહેરાત ક્રમાંક CEN 06/2025 (ગ્રેજ્યુએટ લેવલ) અને CEN 07/2025 (અંડર-ગ્રેજ્યુએટ લેવલ)
પોસ્ટનું નામ NTPC (નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ)
કુલ મંજૂર જગ્યાઓ ૮,૮૭૫ (ગ્રેજ્યુએટ- 5817 + અંડર ગ્રેજ્યુએટ- 3058)
પગાર ધોરણ Level-2 થી Level-6 સુધી
લાયકાત ધો. ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ (સ્નાતક)
અરજી કરવાની રીત ઓનલાઈન
નોટિફિકેશન તારીખ (બોર્ડ મંજૂરી) ૨૩/૦૯/૨૦૨૫

પોસ્ટ-વાઇઝ જગ્યાઓની વિગતો

આ ભરતી મુખ્યત્વે બે સ્તરે વહેંચાયેલી છે, જેમાં જગ્યાઓની વિગતો નીચે મુજબ છે. (નોંધ: ચોક્કસ RRB વાઈઝ જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન જોવું.)

ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ્સ (કુલ જગ્યા: 5,817)

આ પોસ્ટ્સ માટે સ્નાતક (Graduate) ની લાયકાત જરૂરી છે:

  • સ્ટેશન માસ્ટર (Station Master) – ૬૧૫ જગ્યાઓ (Level 6)
  • ગુડ્સ ટ્રેન મેનેજર (Goods Train Manager) – ૩,૪૨૩ જગ્યાઓ (Level 5)
  • ટ્રાફિક આસિસ્ટન્ટ (મેટ્રો રેલ્વે) (Traffic Assistant) – ૫૯ જગ્યાઓ (Level 4)
  • ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર (Chief Commercial-cum-Ticket Supervisor – CCTS) – ૭૨૧ જગ્યાઓ (Level 6)
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ (Junior Account Assistant-cum-Typist – JAA)
  • સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Senior Clerk-cum-Typist)

અંડર-ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ્સ (કુલ જગ્યા: 3,058)

આ પોસ્ટ્સ માટે ૧૨મું ધોરણ (HSC) પાસની લાયકાત જરૂરી છે:

  • જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk-cum-Typist)
  • એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Accounts Clerk-cum-Typist)
  • ટ્રેન ક્લાર્ક (Train Clerk)
  • કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક (Commercial-cum-Ticket Clerk)

પસંદગી પ્રક્રિયા (Selection Process)

પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  1. પ્રથમ તબક્કાની કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT-1)
  2. બીજા તબક્કાની કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT-2)
  3. કૌશલ્ય કસોટી / સાયકો ટેસ્ટ (ટાઇપિંગ ટેસ્ટ અથવા CBAT – પોસ્ટ મુજબ)
  4. દસ્તાવેજ ચકાસણી (Document Verification – DV) અને તબીબી પરીક્ષા

અગત્યની લિંક્સ

RRB ભરતી મંજૂરી દસ્તાવેજ (Notification) Click Here
RRB અમદાવાદ વેબસાઇટ (અપડેટ્સ માટે) Click Here
ઓનલાઈન અરજી લિંક ટૂંક સમયમાં જાહેર થશે

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!