ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારે? માવઠું અને વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે જાહેર કરી તારીખો – Ambalal Patel Forecast 2025

Ambalal Patel Forecast 2025 : ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને ગરમીનો વર્તારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોના મનમાં એક જ સવાલ છે: આ વર્ષે કડકડતી ઠંડી ક્યારે શરૂ થશે? શું દિવાળી આસપાસ માવઠું પડશે? આ તમામ સવાલોના જવાબ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે. તેમણે રાજ્યમાં ઠંડીનો પ્રારંભ, માવઠું, અને સંભવિત વાવાઝોડા સહિતના વાતાવરણના મહત્ત્વના એંધાણ વિશે મોટી આગાહી કરી છે, જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.

વાવાઝોડું ટળ્યું, પણ માવઠાનો ખતરો હજી બાકી!

તાજેતરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. જોકે, આ ‘શક્તિ’ વાવાઝોડું વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાતા સંભવિત મોટો ખતરો ટળ્યો છે. પરંતુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હજી પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે.

તેમણે જણાવ્યું કે, 10થી 13 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળવાયું અને હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 18થી 27 ઓક્ટોબરની વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠા જેવું વાતાવરણ થવાની સંભાવના રહેશે. એટલે કે, ચોમાસું વિદાય પછી પણ ખેડૂતોએ માવઠાથી સાવધ રહેવું જરૂરી છે.

ગુજરાતમાં ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારથી થશે શરૂ? જાણો તારીખો

હવે મુખ્ય સવાલ એ છે કે ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત ક્યારે થશે? અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઠંડીનો પ્રથમ રાઉન્ડ દિવાળી આસપાસ શરૂ થઈ શકે છે.

  • તેમણે જણાવ્યું કે, 23 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગરમી ઓછી છે, પરંતુ આ સિસ્ટમ વિખેરાતા ગરમીમાં વધારો થશે.
  • જોકે, 23 ઓક્ટોબરથી જ સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના શરૂ થઈ જશે, જે ઠંડીના પ્રથમ રાઉન્ડનો સંકેત છે.
  • ઓક્ટોબર મહિનામાં બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેવાના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની સંભાવના રહેશે.

નવેમ્બર-ડિસેમ્બરમાં ખતરો: વાવાઝોડું અને હાડ થીજાવતી ઠંડી

અંબાલાલ પટેલે આવનારા બે મહિના (નવેમ્બર અને ડિસેમ્બર) માટે પણ મોટી આગાહી કરી છે, જે ધ્યાન પર લેવા જેવી છે:

નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના રહેશે, જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. સૌથી મોટો સંકેત તેમણે 18 નવેમ્બર બાદ આપ્યો છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની સંભાવના રહેશે. તેથી, 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે.

ડિસેમ્બરની વાત કરીએ તો, મહિનાની શરૂઆતમાં ઠંડકનો અનુભવ થશે. જ્યારે 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે. તેમણે ઉમેર્યું કે, સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી રહેશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!