AMC Bharti 2025 : અમદાવાદમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), આરોગ્ય વિભાગ દ્વારા 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઇન મિડવાઈફરી)ની કુલ 58 જગ્યાઓ માટે છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરીને જરૂરી દસ્તાવેજો નિયત સમયમર્યાદામાં ઑફલાઇન મોકલવાના રહેશે. પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે.
AMC Bharti 2025: મુખ્ય વિગતો
AMC આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નર્સ પ્રેક્ટીશનર (મિડવાઇફરી) પોસ્ટ માટેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
- સંસ્થા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
- પોસ્ટ નામ : એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઇન મિડવાઈફરી
- કુલ જગ્યા : 58
- ઉંમર મર્યાદા : 40 વર્ષ સુધી
મહત્વની તારીખો
- ઑનલાઇન અરજી ભરવાની છેલ્લી તારીખ: 03/10/2025
- ઑફલાઇન દસ્તાવેજો મોકલવાની છેલ્લી તારીખ: 16/10/2025 (સાંજના 5.00 વાગ્યા સુધી)
નર્સ પ્રેક્ટીશનર (મિડવાઇફરી) માટે શૈક્ષણિક લાયકાત અને પગાર
આ કરાર આધારિત ભરતી માટે ઉમેદવારોએ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત અને નિયત પગાર ધોરણની જાણકારી મેળવી લેવી:
શૈક્ષણિક લાયકાત
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી Post Basic Diploma in Nurse Practitioner in Midwifery કરેલો હોવો જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો બેઝિક CCC કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન જરૂરી છે.
પગાર ધોરણ
આ જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને ₹30,000/- (ફિક્સ) પગાર ઉપરાંત ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે.
AMC ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે બે તબક્કાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે:
- સૌ પ્રથમ, AMC ની સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in માં ‘ requirements’ લિંક પર જઈને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવો.
- ઑનલાઇન ભરેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ સાથે, જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ નિયત સમયમર્યાદામાં નીચે આપેલા સરનામે રૂબરૂ અથવા રજિસ્ટર એ.ડી. થી મોકલવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું:
- શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી. બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ.
Can’t join WhatsApp group and how to do application