10 પાસ માટે GD કોન્સ્ટેબલ ભરતી, પગાર ₹69,100/- સુધી – BSF Constable GD Bharti 2025

BSF Constable GD Bharti 2025 : ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force – BSF) દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) – Constable (General Duty – GD) ની પોસ્ટ માટે સ્પોર્ટસ ક્વોટા હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મેરીટોરિયસ સ્પોર્ટ્સ પર્સન્સ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

કોન્સ્ટેબલ GD ની કુલ 391 જગ્યાઓ (પુરૂષ: 197, મહિલા: 194) ભરવા માટે અરજીઓ સ્વીકારવામાં આવશે. આ જગ્યાઓ હંગામી ધોરણે છે, પરંતુ કાયમી થવાની સંભાવના છે.

લાયક ઉમેદવારો 16/10/2025 થી 04/11/2025 સુધી BSF ની રિક્રૂટમેન્ટ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારને ₹21,700 થી ₹69,100/- (લેવલ-3) સુધીનો પગાર મળશે.

BSF કોન્સ્ટેબલ GD સ્પોર્ટ ક્વોટા ભરતી 2025: મુખ્ય વિગતો

સંસ્થા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) – સ્પોર્ટ ક્વોટા
કુલ જગ્યાઓ 391
લાયકાત 10 પાસ (મેટ્રિક્યુલેશન) + સ્પોર્ટ્સ ક્વોલિફિકેશન
પગાર ધોરણ Level – 3 (₹21,700 – ₹69,100)
અરજી કરવાની રીત ઓનલાઈન (ONLINE MODE Only)

અગત્યની તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 16/10/2025 (સવારે 00:01 વાગ્યાથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 04/11/2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન (10 પાસ) અથવા તેના સમકક્ષ
સ્પોર્ટ્સ ક્વોલિફિકેશન છેલ્લા બે વર્ષમાં જાહેર કરાયેલ સ્પર્ધાના સ્તરે (આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય) મેડલ જીતેલા અથવા ભાગ લીધેલા ખેલાડીઓ.

વય મર્યાદા (Age Limit)

ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા 23 વર્ષ (ગણતરીની તારીખ: 01 ઓગસ્ટ, 2025)
વયમાં છૂટછાટ SC/ST ને 5 વર્ષ, OBC (NCL) ને 3 વર્ષ અને અન્ય નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર.

શારીરિક ધોરણો (Physical Standards Test – PST)

ઉમેદવારો માટે નિર્ધારિત શારીરિક ધોરણો નીચે મુજબ છે:

ઊંચાઈ (Height)

પુરૂષ (Male) ઉમેદવારો માટે 170 સેન્ટિમીટર (cms)
મહિલા (Female) ઉમેદવારો માટે 157 સેન્ટિમીટર (cms)
અનામત કેટેગરી (જેમ કે ST, ગઢવાલી, ડોગરા, મરાઠા, વગેરે) માટે ઊંચાઈમાં સરકારી નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

છાતી (Chest – ફક્ત પુરૂષો માટે)

વિસ્તાર્યા વિના (Un-expanded) 80 સેન્ટિમીટર (cms)
ન્યૂનતમ વિસ્તરણ (Minimum Expansion) 05 સેન્ટિમીટર (cms)
SC/ST અને અમુક કેટેગરીના ઉમેદવારો માટે છાતીના માપનમાં છૂટછાટ મળવાપાત્ર છે. મહિલા ઉમેદવારો માટે છાતીનું માપ લેવામાં આવશે નહીં.

અરજી ફી (Application Fees)

સામાન્ય (UR) અને OBC પુરૂષ ઉમેદવારો ₹159/- (₹150 ફી + ₹9 સર્વિસ ચાર્જ)
SC/ST અને સ્ત્રી ઉમેદવારો કોઈ ફી નથી (Fees is Exempted)

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતાં ઉમેદવારોએ માત્ર BSF રિક્રૂટમેન્ટ વેબસાઇટ https://rectt.bsf.gov.in દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ્સ (ઓનલાઈન અપલોડ કરવાના)

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિ અંગેનો દાખલો
  • માર્કશીટ (10 પાસનું પ્રમાણપત્ર)
  • સર્વોચ્ચ સ્પોર્ટ્સ સર્ટી/ડોક્યુમેન્ટની નકલ (અપલોડ કરવું ફરજિયાત છે)
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

અગત્યની લિંક્સ

ભરતી નોટિફિકેશન PDF લિંક: Click Here
વેબસાઇટ: Click Here
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સીધી લિંક: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!