ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા લેબ ટેક્નિશિયન ભરતી, પગાર ₹20,000 – GMC Lab Technician Bharti 2025

GMC Lab Technician Bharti 2025: ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Municipal Corporation – GMC) દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત લેબ ટેક્નિશિયન (Lab Technician)ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવામાં આવશે.

લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)ની કુલ ૧ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. પસંદગી પામેલ ઉમેદવારને માસિક ₹૨૦,૦૦૦/- (ફિક્સ) પગાર આપવામાં આવશે.

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક પર તા.૧૩/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ સાંજના ૦૬:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GMC લેબ ટેક્નિશિયન ભરતી 2025: મુખ્ય વિગતો

સંસ્થા ગાંધીનગર મહાનગર પાલિકા (GMC)
પ્રોગ્રામ કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ
પોસ્ટનું નામ લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)
કુલ જગ્યા
અરજી કરવાની રીત ઓનલાઇન
નોકરીનો પ્રકાર ૧૧ માસ કરાર આધારિત
અરજી શરૂ થવાની તારીખ 13/10/2025
અરજી કરવાની છેલ્લી તારીખ 20/10/2025 (સાંજે 06:00 કલાક સુધી)
પગાર ધોરણ (ફિક્સ) ₹૨૦,૦૦૦/- પ્રતિ માસ
ઓનલાઈન અરજી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in

લેબ ટેક્નિશિયન માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ

શૈક્ષણિક લાયકાત H.S.C (૧૦+૨) અને મેડિકલ અથવા લેબોરેટરી ટેકનોલોજી ડિપ્લોમા અથવા સમકક્ષ પ્રમાણિત અભ્યાસક્રમ.
અનુભવ NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ જરૂરી.
વધારાની લાયકાત ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો (જેમ કે સ્નાતક) ને પ્રાધાન્ય આપવામાં આવશે.

વય મર્યાદા

મહત્તમ વય મર્યાદા ૪૦ વર્ષ સુધી
વય ગણતરીની તારીખ તા. ૨૦/૧૦/૨૦૨૫ ના રોજની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

અરજી પ્રક્રિયા અને અગત્યના નિયમો

રસ ધરાવતાં ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર જ અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમથી (RPAD/સ્પીડ પોસ્ટ/ટપાલ/કુરીયર) મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

ઓનલાઈન અપલોડ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ્સ

અરજી કરતી વખતે નીચે મુજબના તમામ સાધનિક કાગળોની સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી ફરજીયાત સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે:

  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર (Leaving Certificate / Adharcard / Pan Card / Birth Certificate / Election Card)
  • એચ.એસ.સી. માર્કશીટ અને ટ્રાયલ સર્ટી (HSC Marksheet & Attempt Certificate)
  • મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા સમકક્ષમાં ડિપ્લોમા અથવા પ્રમાણિત અભ્યાસક્રમનું સર્ટી.
  • NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ (અનુભવ પ્રમાણપત્ર)
  • કોઇ પણ સ્નાતકનું છેલ્લા વર્ષ/છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ (જો લાગુ હોય તો)
  • સ્નાતક ડીગ્રી સર્ટીફીકેટ (જો લાગુ હોય તો)
  • કોમ્પ્યુટર અંગેનું સર્ટીકીકેટ (CCC Certificate)
  • તમામ અનુભવના પ્રમાણપત્રોની એક PDF ફાઇલ બનાવી અપલોડ કરવાની રહેશે.

મહત્વની નોંધ

  • આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ આપોઆપ અંત આવશે અને ઉમેદવાર કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
  • અધૂરી માહિતી કે ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

અગત્યની લિંક્સ

ઓનલાઈન અરજી કરવા માટે: Click Here
અધિકૃત સૂચના (Notification) લિંક: Click Here
વધુ માહિતી માટેની વેબસાઇટ: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!