ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ-રે આસિસ્ટન્ટ ભરતી, પગાર 26,000 – GSSSB Bharti 2025

GSSSB Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board – GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ ખાતાના વડાઓ માટેની જા.ક્ર. ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.

ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ, ઉમેદવારોને વધુ એક તક આપવા માટે ઓનલાઈન અરજીની વિન્ડો ફરીથી ખોલવામાં આવી છે.

જે ઉમેદવારોએ મૂળ જાહેરાત ક્રમાંક 346/202526 માટે અગાઉ ફોર્મ ભર્યું નથી, તેઓ હવે તા. ૧૪/૧૦/૨૦૨૫ થી તા. ૨૨/૧૦/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

GSSSB એક્સ-રે આસિસ્ટન્ટ ભરતી 2025 (જા.ક્ર. 346) – મુખ્ય વિગતો

સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક ૩૪૬/૨૦૨૫૨૬
પોસ્ટનું નામ એક્સ-રે આસિસ્ટન્ટ (વર્ગ-3)
અરજીનો પ્રકાર ઓનલાઈન (OJAS દ્વારા)
નિયંત્રણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
લાયકાત (મૂળ જાહેરાત મુજબ – ઉમેદવારોએ નોટિફિકેશન જોવું)

GSSSB X-Ray Assistant Recruitment 2025 : ફોર્મ ફરી શરૂ થવાની અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ (ફરી) ૧૪/૧૦/૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨/૧૦/૨૦૨૫
મૂળ જાહેરાત તારીખ ૨૫/૦૮/૨૦૨૫ અને ૨૬/૦૮/૨૦૨૫

અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા અને અપલોડ કરવાના રહેશે:

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો: સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને ફોટો પડાવ્યાની તારીખ અરજીની છેલ્લી તારીખથી એક વર્ષ પહેલાંની ન હોવી જોઈએ.
  • સહી (Signature)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિફિકેટ (આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે)
  • લાયકાત મુજબની તમામ માર્કશીટ અને પ્રમાણપત્રો
  • મોબાઈલ નંબર અને ઈમેઈલ ID (સક્રિય હોવા જરૂરી)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર. (રજીસ્ટ્રેશન નંબર ભૂલાઈ ગયો હોય તો મોબાઈલ નંબરની મદદથી મેળવી શકાશે.)

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે ઉમેદવારોએ માત્ર ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. અરજી નીચેની OJAS વેબસાઇટ પરથી કરી શકાશે:

  1. સૌ પ્રથમ, ગુજરાત સરકારની OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  2. Main Menu માં “Apply Online” પર ક્લિક કરો.
  3. “Select Advertisement by Department” માં GSSSB પસંદ કરો.
  4. જાહેરાત ક્રમાંક “GSSSB/202526/346 – એક્સ-રે આસિસ્ટન્ટ” શોધીને Apply બટન પર ક્લિક કરો.
  5. જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય તો Registration Number અને જન્મ તારીખ દાખલ કરીને અરજી પૂર્ણ કરો. નવું રજીસ્ટ્રેશન જરૂરી નથી.
  6. ફોર્મમાં જરૂરી વિગતો ભરીને અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરો.

અગત્યની લિંક્સ

ફોર્મ ભરવા માટેની સીધી લિંક: Click Here
જાહેરાત સમયમર્યાદા લંબાવવાની સૂચના (Notification Link): Click Here
GSSSB Official Website: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!