GSSSB Exam Date 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૨૬/૨૦૨૫૨૬, ૩૩૦/૨૦૨૫૨૬, ૩૪૦/૨૦૨૫૨૬, ૩૪૩/૨૦૨૫૨૬, ૩૪૪/૨૦૨૫૨૬, ૩૪૫/૨૦૨૫૨૬, ૩૪૭/૨૦૨૫૨૬, ૩૪૮/૨૦૨૫૨૬, ૩૫૦/૨૦૨૫૨૬, ૩૫૧/૨૦૨૫૨૬ અને ૩૫૮/૨૦૨૫૨૬ હેઠળના વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે.
મંડળ દ્વારા આ જાહેરાતોની પરીક્ષાનું આયોજન MCQ – CBRT પદ્ધતિથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિવિધ સંવર્ગોની પરીક્ષાની તારીખો અને સમય
ક્રમ | જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય |
---|---|---|---|
૧ | ૩૪૦/૨૦૨૫૨૭ લેબોરેટરી આસીસ્ટન્ટ(ફોરેન્સીક સાયકોલોજી), વર્ગ-૩ | તા.૧૫/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૨ | ૩૪૩/૨૦૨૫૨૫ સ્થાપત્ય મદદનીશ, વર્ગ-૩ | તા.૧૫/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૩ | ૩૪૪/૨૦૨૫૨૧ ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ | તા.૧૫/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૪ | ૩૪૫/૨૦૨૫૨૬ બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ | તા.૧૭/૧૧/૨૦૨૫ | સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક |
૫ | ૩૪૮/૨૦૨૫૨૧ અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-૩ | તા.૧૭/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૬ | ૩૪૭/૨૦૨૫૨૧ ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ | તા.૨૧/૧૧/૨૦૨૫ | સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક |
૭ | ૩૫૧/૨૦૨૫૨૬ એક્સ-રે ટેકનીશિયન, વર્ગ-૩ | તા.૨૧/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૮ | ૩૨૬/૨૦૨૫૨૬ સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ, વર્ગ-૩ | તા.૨૫/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૯ | ૩૩૦/૨૦૨૫૨૧ સર્વેયર, વર્ગ-૩ | તા.૨૬/૧૧/૨૦૨૫ | સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક |
૧૦ | ૩૫૮/૨૦૨૫૨૬ ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ, વર્ગ-૩ | તા.૨૬/૧૧/૨૦૨૫ | બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક |
૧૧ | ૩૫૦/૨૦૨૫૨૬ મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ | તા.૨૯/૧૧/૨૦૨૫ | સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાક |
મહત્વપૂર્ણ સૂચનાઓ
- CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે.
- મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
- સંબંધિત ઉમેદવારોને આ સૂચનાની નોંધ લેવા વિનંતી છે.