સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ: ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું નોટિફિકેશન, હવે આ તારીખે મળશે વહેલો પગાર! – Gujarat Government Diwali Gift

Gujarat Government Diwali Gift : ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવાર પહેલાં જ સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. નાણાં વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર (તારીખ: ૧૦/૧૦/૨૦૨૫) જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમનો ઓક્ટોબર-૨૦૨૫નો પગાર અને પેન્શન વહેલી તકે ચૂકવી દેવામાં આવશે.

દિવાળીનો તહેવાર ૨૦/૧૦/૨૦૨૫ (રવિવાર) ના રોજ આવતો હોવાથી અને તહેવારના દિવસો દરમિયાન કર્મચારીઓને નાણાંની જરૂરિયાત રહેતી હોવાથી, ગુજરાત સરકારે માનવતાના ધોરણે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે કર્મચારીઓ તહેવારની ખરીદી માટે વહેલા પૈસાનો ઉપયોગ કરી શકશે.

સરકારી કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર ક્યારે મળશે? જાણો નવી તારીખ

નાણાં વિભાગના પરિપત્ર મુજબ, ઓક્ટોબર-૨૦૨૫ મહિનાના પગાર અને પેન્શનની ચુકવણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જુઓ વિગતો:

  • સામાન્ય રીતે, પગાર/પેન્શનની ચુકવણી દર મહિનાની ૧લી તારીખે થાય છે.
  • પરંતુ, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, ઓક્ટોબર-૨૦૨૫નો પગાર/પેન્શન વહેલી તકે ચૂકવવાનો નિર્ણય લેવાયો છે.

તમામ સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓને ઓક્ટોબર-૨૦૨૫નો પગાર અને પેન્શન મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તા. ૨૦/૪/૧૯૯૩ના ઠરાવમાં છુટછાટ મુકીને તા.૧૪.૧૦.૨૦૨૫, તા. ૧૫.૧૦.૨૦૫ અને તા.૧૬.૧૦.૨૦૨૫ દરમિયાન તબક્કાવાર વહેલી ચુકવણી કરવામાં આવશે.

કોને કોને વહેલા પગારનો લાભ મળશે?

ગુજરાત સરકારના આ નિર્ણયથી નીચે મુજબના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે:

  • ગુજરાત સરકારના તમામ સરકારી કર્મચારીઓ.
  • તમામ પેન્શનરો/પારિવારિક પેન્શનરો.
  • ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શિક્ષક અને બિન-શિક્ષક કર્મચારીઓ.
  • પંચાયત સેવાના કર્મચારીઓ.

આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીના શુભ તહેવાર દરમિયાન રાહત મળશે અને તેઓ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!