IPPB Executive Bharti 2025 : ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (India Post Payments Bank – IPPB) દ્વારા ડાક વિભાગ (Department of Posts – DoP) માં કાર્યરત ગ્રામીણ ડાક સેવક (Gramin Dak Sevak – GDS) માટે એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
આ ભરતી પ્રક્રિયા IPPB દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નં. IPPB/CO/HR/RECT./2025-26/03 હેઠળ હાથ ધરવામાં આવી છે. એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે દેશભરમાં કુલ 348 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં ગુજરાત સર્કલ માટે કુલ 30 જગ્યાઓનો સમાવેશ થાય છે.
લાયકાત ધરાવતા ગ્રામીણ ડાક સેવકો (GDS) આ ભરતી માટે 09/10/2025 થી 29/10/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને બેન્કના વિવિધ કાર્યાલયોમાં સીધા વેચાણ (Direct Sales) અને આનુષંગિક પ્રવૃત્તિઓ માટે નિયુક્ત કરવામાં આવશે.
IPPB ગ્રામીણ ડાક સેવકમાંથી એક્ઝિક્યુટિવ ભરતી 2025: મુખ્ય વિગતો
સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) |
જાહેરાત ક્રમાંક | IPPB/CO/HR/RECT./2025-26/03 |
પોસ્ટનું નામ | એક્ઝિક્યુટિવ (ગ્રામીણ ડાક સેવકમાંથી) |
કુલ જગ્યાઓ | 348 |
ગુજરાતમાં જગ્યાઓ | 30 |
લાયકાત | ગ્રેજ્યુએટ (સ્નાતક) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પસંદગી પ્રક્રિયા | ઓનલાઈન ટેસ્ટ અને ગ્રુપ ડિસ્કશન/પર્સનલ ઇન્ટરવ્યૂ |
અગત્યની તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 09/10/2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 29/10/2025 |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 29/10/2025 |
સંભવિત ઓનલાઈન પરીક્ષા | નવેમ્બર, 2025 |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ પોસ્ટ માટે અરજી કરનાર ગ્રામીણ ડાક સેવક (GDS) માં નીચેની લાયકાત હોવી જરૂરી છે:
- શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ (સ્નાતક) ની ડિગ્રી.
- અનુભવ: ગ્રામીણ ડાક સેવક (GDS) તરીકે બે વર્ષનો સંતોષકારક અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે.
વય મર્યાદા (Age Limit)
વયની ગણતરી 01/09/2025 ની સ્થિતિ મુજબ કરવામાં આવશે:
ન્યૂનતમ વય મર્યાદા | 20 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 35 વર્ષ |
વયમાં છૂટછાટ | SC/ST/OBC/PWD કેટેગરીના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. |
અરજી ફી (Application Fees)
ફીની ચુકવણી માત્ર ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે:
જનરલ/OBC/EWS ઉમેદવારો માટે | ₹750/- |
SC/ST/PWD ઉમેદવારો માટે | ₹150/- |
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારની પસંદગી નીચે મુજબના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- ઓનલાઈન પરીક્ષા (Online Test)
- ગ્રુપ ડિસ્કશન (GD) અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ (PI)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ IBPS ની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે:
- સૌ પ્રથમ, ફોર્મ ભરવાની લિંક https://ibpsonline.ibps.in/ippblaug25/ પર જાઓ.
- “Click here for New Registration” પર ક્લિક કરો અને તમારી મૂળભૂત વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગીન કરીને શૈક્ષણિક વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- સ્વ-હસ્તાક્ષર: ઉમેદવારે સફેદ કોરા કાગળ પર પેનથી “I, [Candidate Name], hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required.” (અથવા નોટિફિકેશનમાં દર્શાવેલ ચોક્કસ લખાણ) લખીને તેની ઈમેજ અપલોડ કરવાની રહેશે.
- ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.
અગત્યની લિંક્સ
ભરતી નોટિફિકેશન PDF: | Click Here |
ઓનલાઈન અરજી કરવા માટે: | Click Here |
IPPB Official Website: | Click Here |