ONGC Apprentice Bharti 2025: ભારત સરકારના અગ્રણી મહારત્ન PSU, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (Oil and Natural Gas Corporation Limited – ONGC) દ્વારા દેશભરમાં જુદા જુદા ૬ સેક્ટરમાં એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ વિવિધ ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
આ ભરતીમાં કુલ ૨૭૪૩ એપ્રેન્ટિસ પોસ્ટ્સ નો સમાવેશ થાય છે. ખાસ કરીને ગુજરાતના વેસ્ટર્ન સેક્ટર (Western Sector) માં સૌથી વધુ ૮૫૬ જગ્યાઓ છે, જે ગુજરાતના યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ એપ્રેન્ટિસશીપનો સમયગાળો ૧૨ મહિનાનો રહેશે.
લાયકાત ધરાવતા ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તેમની સંબંધિત સ્કીમ (NAPS/NATS) હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૫ છે.
ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 – મુખ્ય વિગતો (Overview)
સંસ્થાનું નામ | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) |
જાહેરાત ક્રમાંક | ONGC/APPR/1/2025 |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ (Apprentice) |
કુલ જગ્યાઓ | ૨૭૪૩ પોસ્ટ્સ |
તાલીમનો સમયગાળો | ૧૨ મહિના |
નોકરીનો પ્રકાર | એપ્રેન્ટિસશીપ (Apprenticeship) |
અરજીનો પ્રકાર | ઓનલાઈન (Online) |
જાહેરાત તારીખ | ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૬ નવેમ્બર ૨૦૨૫ |
સત્તાવાર વેબસાઇટ | www.ongcapprentices.ongc.co.in / www.ongcindia.com |
અગત્યની તારીખો (Important Dates)
જાહેરાત બહાર પાડવાની તારીખ | ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૬ નવેમ્બર ૨૦૨૫ |
પરિણામ/પસંદગી યાદી જાહેર થવાની સંભવિત તારીખ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ |
સેક્ટર મુજબ કુલ જગ્યાઓ (Sector-Wise Vacancies)
ONGC દ્વારા સમગ્ર ભારતમાં નીચેના સેક્ટરમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત રાજ્ય વેસ્ટર્ન સેક્ટર હેઠળ આવે છે, જેમાં સૌથી વધુ જગ્યાઓ છે:
સેક્ટર | કુલ જગ્યાઓ |
---|---|
નોર્ધન સેક્ટર (Northern Sector) | ૧૬૫ |
મુંબઈ સેક્ટર (Mumbai Sector) | ૫૬૯ |
વેસ્ટર્ન સેક્ટર (Western Sector) – ગુજરાત | ૮૫૬ |
ઇસ્ટર્ન સેક્ટર (Eastern Sector) | ૫૭૮ |
સાઉથર્ન સેક્ટર (Southern Sector) | ૩૨૨ |
સેન્ટ્રલ સેક્ટર (Central Sector) | ૨૫૩ |
કુલ જગ્યાઓ (Grand Total) | ૨૭૪૩ પોસ્ટ્સ |
શૈક્ષણિક લાયકાત અને માસિક સ્ટાઇપેન્ડ (Qualification & Stipend)
આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ છે. ઉમેદવારે તેની પોસ્ટ મુજબ સંબંધિત ટ્રેડ/ડિસિપ્લિનમાં લાયકાત ધરાવતા હોવા જોઈએ.
લાયકાતની કેટેગરી
- ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice – NAPS): સંબંધિત ટ્રેડમાં ITI (દા.ત. ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, COPA, ડીઝલ મિકેનિક, વગેરે).
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (Technician Apprentice – NATS): સંબંધિત એન્જિનિયરિંગ ડિસિપ્લિનમાં ડિપ્લોમા.
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (Graduate Apprentice – NATS): સંબંધિત ફિલ્ડમાં B.A., B.Com, B.Sc., B.B.A., B.E., અથવા B.Tech.
માસિક સ્ટાઇપેન્ડ (Monthly Stipend)
એપ્રેન્ટિસ કેટેગરી | લાયકાત | માસિક સ્ટાઇપેન્ડ (₹) |
---|---|---|
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ | B.A / B.Com / B.Sc / B.B.A / B.E / B.Tech | ₹૧૨,૩૦૦/- |
ટેકનિશિયન એપ્રેન્ટિસ | એન્જિનિયરિંગમાં ડિપ્લોમા | ₹૧૦,૯૦૦/- |
ટ્રેડ એપ્રેન્ટિસ (૧૦મું/૧૨મું) | ૧૦મું/૧૨મું પાસ | ₹૮,૨૦૦/- |
ટ્રેડ એપ્રેન્ટિસ (ITI – ૧ વર્ષ) | ITI (૧ વર્ષનો કોર્સ) | ₹૯,૬૦૦/- |
ટ્રેડ એપ્રેન્ટિસ (ITI – ૨ વર્ષ) | ITI (૨ વર્ષનો કોર્સ) | ₹૧૦,૫૬૦/- |
વય મર્યાદા (Age Limit)
- ન્યૂનતમ વય: ૧૮ વર્ષ
- મહત્તમ વય: ૨૪ વર્ષ (૦૬ નવેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ)
- ઉમેદવારનો જન્મ ૦૬/૧૧/૨૦૦૧ થી ૦૬/૧૧/૨૦૦૭ ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
વયમાં છૂટછાટ (Age Relaxation):
- SC/ST: ૫ વર્ષ
- OBC (નોન-ક્રીમી લેયર): ૩ વર્ષ
- PwBD (દિવ્યાંગ): ૧૦ વર્ષ (SC/ST માટે ૧૫ વર્ષ અને OBC માટે ૧૩ વર્ષ સુધી)
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે તેમની શૈક્ષણિક લાયકાત (ITI/ડિપ્લોમા/ડિગ્રી) માં મેળવેલા માર્ક્સના આધારે તૈયાર કરવામાં આવેલી મેરિટ લિસ્ટ પર આધારિત રહેશે. કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
- મેરિટના આધારે શોર્ટલિસ્ટિંગ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ
અરજી કઈ રીતે કરવી? (How to Apply)
રસ ધરાવતા ઉમેદવારોએ તેમના ટ્રેડ/ડિસિપ્લિન મુજબ લાગુ પડતી એપ્રેન્ટિસશીપ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ ONGC માટે અરજી કરવાની રહેશે.
- તમારા ટ્રેડ માટેની પાત્રતા અને ONGC વર્ક સેન્ટર માટેના ડોમિસાઇલ (રહેઠાણ) ની ખાતરી કરો.
- તમારા ટ્રેડ મુજબ લાગુ પડતી સ્કીમમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો:
- ટ્રેડ એપ્રેન્ટિસ (Trade, 1-29 ટ્રેડ): https://apprenticeshipindia.gov.in (NAPS પોર્ટલ)
- ગ્રેજ્યુએટ/ટેકનિશિયન એપ્રેન્ટિસ (Graduate/Technician, 30-39 ટ્રેડ): https://nats.education.gov.in (NATS પોર્ટલ)
- રજીસ્ટ્રેશન પછી, ONGC ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- માત્ર એક જ વર્ક સેન્ટર અને એક જ ટ્રેડ માટે અરજી કરવી.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની નકલ તમારી પાસે રાખવી.
અગત્યની લિંક્સ
સત્તાવાર જાહેરાત (Notification): | જાહેરાત ડાઉનલોડ કરો |
ઓનલાઈન અરજી કરો (ટ્રેડ – NAPS): | Apply Online (ITI) |
ઓનલાઈન અરજી કરો (ગ્રેજ્યુએટ/ટેકનિશિયન – NATS): | Apply Online (Degree/Diploma) |
ONGC સત્તાવાર વેબસાઇટ: | ONGC |