સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી, પગાર 35,000 – SSA Gujarat Bharti 2025

SSA Gujarat Bharti 2025: સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha Abhiyan – SSA), ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ પર કરાર આધારિત ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક કક્ષાની કુલ 11 માસ માટેની આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ ભરતીમાં આસિસ્ટન્ટ આર્કિટેક, બ્લોક MIS કો-ઓર્ડિનેટર, બ્લોક રિસર્ચ પર્સન અને વિવિધ કેટેગરીમાં વોર્ડન કમ હેડ ટીચર, આસિસ્ટન્ટ વોર્ડન અને હિસાબનીશ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે.

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 14 ઓક્ટોબર 2025 (બપોરે 14:00 કલાકથી) છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2025 (રાત્રે 23:59 કલાક સુધી) છે. લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની રહેશે.

SSA ગુજરાત ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થા સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય (SSA)
પોસ્ટનું નામ વિવિધ કરાર આધારિત જગ્યાઓ
કુલ જગ્યાઓ 213
પગાર ધોરણ પોસ્ટ મુજબ (₹18,600/- થી ₹31,400/- ફિક્સ માસિક)
નોકરીનો પ્રકાર કરાર આધારિત (Contractual)
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી શરૂ થવાની તારીખ 14/10/2025 (14:00 કલાક થી)
અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025 (23:59 કલાક સુધી)
અધિકૃત વેબસાઇટ https://www.ssagujarat.org/

SSA Gujarat Bharti 2025 પોસ્ટ અને જગ્યાઓની વિગત

ક્રમ જગ્યાનું નામ જગ્યાનો પ્રકાર / કક્ષા માસિક ફિક્સ મહેનતાણું સંભવિત ખાલી જગ્યા
આસિસ્ટન્ટ આર્કિટેક – સ્ટેટ કક્ષા / જી.ઈ.ઓ. કન્સલ્ટન્ટ રાજ્ય કક્ષાની જગ્યા ₹31,400/- ૦૧
માસ્ટર ટ્રેનર (ફિઝિકલ એજ્યુ.) જિલ્લા કક્ષાની જગ્યા ₹31,400/- ૦૪
બ્લોક MIS કો-ઓર્ડિનેટર / આઇ.ઇ.ડી.યુ. કો-ઓર્ડિનેટર બ્લોક કક્ષાની જગ્યા ₹23,000/- ૧૦
બ્લોક એકાઉન્ટન્ટ કમ આસિસ્ટન્ટ (તાલુકા કક્ષા) બ્લોક કક્ષાની જગ્યા ₹23,000/- ૦૨
બ્લોક રિસર્ચ પર્સન: એ.આર.ટી./ઓ.પી./અન્ય બ્લોક કક્ષાની જગ્યા ₹23,000/- ૦૪
બ્લોક રિસર્ચ પર્સન: (નિપુણ – પ્રજ્ઞા) બ્લોક કક્ષાની જગ્યા ₹22,000/- ૦૨
વોર્ડન કમ હેડ ટીચર – નિવાસી (કેજીબીવી) (સ્ત્રીઓ) કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) કક્ષાની જગ્યા ₹24,000/- ૧૩
આસિસ્ટન્ટ વોર્ડન – નિવાસી (KGBV) (સ્ત્રીઓ) કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) કક્ષાની જગ્યા ₹16,400/- ૦૮
હિસાબનીશ – બિન નિવાસી (KGBV) (સ્ત્રીઓ) કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) કક્ષાની જગ્યા ₹16,400/- ૧૬
૧૦ વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) બ્લોક હોસ્ટેલની જગ્યા ₹24,000/- ૦૩
૧૧ આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) બ્લોક હોસ્ટેલની જગ્યા ₹16,400/- ૦૩
૧૨ હિસાબનીશ (બિન નિવાસી) / મહિનાખર્ચ બૅલેન્સ બ્લોક હોસ્ટેલની જગ્યા ₹16,400/- ૦૫

મહત્વપૂર્ણ લાયકાત અને ઉંમર મર્યાદા

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારોએ જે તે પોસ્ટ માટેની નિયત શૈક્ષણિક લાયકાત (ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, B.Ed/M.Ed વગેરે) ધરાવતા હોવા જોઈએ.
  • વિગતવાર લાયકાત માટે ઉમેદવારોએ અધિકૃત નોટિફિકેશન અવશ્ય વાંચવું.

ઉંમર મર્યાદા (01/09/2025 ની સ્થિતિએ):

  • ક્રમ નં. 1 થી 9 સુધીની પોસ્ટ માટે મહત્તમ ઉંમર: 40 વર્ષ સુધી.
  • ક્રમ નં. 3 થી 12 સુધીની પુરુષ ઉમેદવારો માટે (વોર્ડન/આસિસ્ટન્ટ વોર્ડન/હિસાબનીશ): મહત્તમ ઉંમર: 35 વર્ષ સુધી.
  • અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી પ્રક્રિયા અને અગત્યની લિંક્સ

ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ સમગ્ર શિક્ષા, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

  1. સૌ પ્રથમ, SSA ગુજરાતની વેબસાઇટ https://www.ssagujarat.org/ પર જાવ.
  2. અહીં Recruitment વિભાગ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ કરાર આધારિત જગ્યાઓ પર ભરતી જાહેરાત (તા. 11 માસ માટે) લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચો.
  4. ઓનલાઇન ફોર્મ ભરવાની સૂચનાઓ મુજબ તમારી વિગતો ભરી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ અવશ્ય સાચવી રાખો.

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ 14/10/2025 (14:00 PM થી)
અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025 (23:59 PM સુધી)

અધિકૃત લિંક્સ

Notification Link: Click Here
ઓનલાઈન અરજી કરવા માટે: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!