12 પાસ માટે 7565 જગ્યાઓમાં દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી, પગાર ₹21,700 –  SSC Delhi Police Bharti 2025

SSC Delhi Police Bharti 2025: ભારત સરકારના કર્મચારી પસંદગી આયોગ (Staff Selection Commission – SSC) દ્વારા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – Constable (Executive) ની ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી પરીક્ષા, 2025 માટે પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે કુલ 7565 જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે.

આ ભરતીમાં 12 પાસ (HSC) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને લેવલ-3 મુજબ ₹21,700 થી ₹69,100/- (અન્ય ભથ્થાં સહિત અંદાજિત ₹81,100/- સુધી) નો પગાર મળશે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2025 છે. ઉમેદવારોની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામિનેશન (CBE) ડિસેમ્બર, 2025 અથવા જાન્યુઆરી, 2026 માં લેવાશે.

SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા દિલ્હી પોલીસ
પરીક્ષા કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) પરીક્ષા, 2025
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – પુરૂષ અને મહિલા
કુલ જગ્યા 7565
લાયકાત 12 પાસ (HSC)
અરજી કરવાની રીત ઓનલાઇન
પરીક્ષાની પદ્ધતિ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE)
પગાર ધોરણ Level-3 (₹21,700 – ₹69,100)

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 22/09/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21/10/2025 (23:00 કલાક સુધી)
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 22/10/2025 (23:00 કલાક સુધી)
ફોર્મમાં કરેક્શન/સુધારો કરવાની તારીખ 29/10/2025 થી 31/10/2025 (23:00 કલાક સુધી)
CBE પરીક્ષાની તારીખ ડિસેમ્બર, 2025 / જાન્યુઆરી, 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12 પાસ (સીનિયર સેકન્ડરી- HSC) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. લાયકાતની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 21/10/2025 ના રોજ કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સ (ફક્ત પુરૂષ ઉમેદવારો માટે)

પુરૂષ ઉમેદવારો માટે શારીરિક કસોટી (PET/PST) ના દિવસે મોટરસાયકલ અથવા કાર માટેનું માન્ય LMV (Light Motor Vehicle) ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. લર્નર લાયસન્સ માન્ય ગણાશે નહીં.

વય મર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ 02/07/2000 થી 01/07/2007 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)

અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:

કેટેગરી વયમર્યાદામાં છૂટછાટ
SC / ST 5 વર્ષ
OBC 3 વર્ષ
રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉમેદવારો 5 વર્ષ (અનામત વર્ગ માટે 10 વર્ષ)
માજી સૈનિક (Ex-Servicemen) 3 વર્ષ (સેવા બાદ)

અરજી ફી (Application Fees)

કેટેગરી ફી
સામાન્ય (General) અને OBC પુરૂષ ઉમેદવારો ₹100/-
SC/ST/સ્ત્રી ઉમેદવારો/એક્સ સર્વિસમેન/વિકલાંગ ઉમેદવારો કોઈ ફી નથી (ચલણ નથી)

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ (Vacancy Details – 7565)

પોસ્ટનું નામ કેટેગરી જગ્યાઓ કુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – પુરૂષ (Male) જનરલ (UR) 2748 5056
EWS 488
OBC 258
SC 717
ST 242
કુલ (પુરૂષ) 4453
કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – મહિલા (Female) જનરલ (UR) 1502 2491
EWS 268
OBC 142
SC 393
ST 133
કુલ (મહિલા) 2433
કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – પુરૂષ (Ex-Servicemen) (વિગતવાર નોટિફિકેશન મુજબ) 647
ગ્રાન્ડ ટોટલ 7565

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

  1. કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (Computer Based Examination – CBE)
  2. શારીરિક સહનશક્તિ કસોટી (Physical Endurance Test – PET) અને શારીરિક ધોરણ કસોટી (Physical Measurement Test – PMT)
  3. તબીબી પરીક્ષા (Medical Examination)

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ SSC ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો તમે અગાઉ SSC માં રજીસ્ટ્રેશન ન કર્યું હોય, તો તમારે વન-ટાઇમ રજીસ્ટ્રેશન કરવું પડશે.

  1. સૌ પ્રથમ, SSC ની અધિકૃત વેબસાઇટ https://ssc.gov.in/home પર જાવ.
  2. નવા ઉમેદવારોએ “Register Now” દ્વારા વન-ટાઇમ રજીસ્ટ્રેશન કરવું.
  3. રજીસ્ટ્રેશન કર્યા બાદ અથવા અગાઉથી રજીસ્ટર્ડ ઉમેદવારોએ “Login” બટન પર ક્લિક કરીને લોગીન કરવું.
  4. લોગીન કર્યા પછી, “Constable (Executive) Male and Female in Delhi Police Examination, 2025” ની લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો.
  5. જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, માર્કશીટ) અપલોડ કરો અને ફીની ચુકવણી કરો.

અગત્યની લિંક્સ

Notification PDF Link: Click Here
SSC Official Website: Click Here
રજીસ્ટ્રેશન કરવા માટે: Click Here
લૉગિન કરવા માટે: Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!